ઈતિહાસ ના પન્ના પર 14 મે ના રોજ ભાવનગર ના બે યુવાનો એ પોતાનો જીવ આપી સરદાર વલ્લભભાઈ પટેલ ને બચાવી લીધા..

ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ના પ્રયાસો થી અખંડ ભારત નો પ્રથમ પાયો નંખાયો હતો અને આજે પણ આ વાત નુ ગૌરવ આપણે સૌ લઈ રહયા છીએ. પણ ઇતિહાસ ના પન્ના પર આજનો દિવસ અલગ મહત્વ ધરાવે છે કેમ કે આ દિવસે કાઈ ક એવી ઘટના બની હતી.
જયારે ભારત આઝાદ નહોતુ થયું ત્યારે 14 મે 1939 ના રોજ રાષ્ટ્રીય અધિવેશન નુ આયોજન ભાવનગર મા કરવામા આવ્યુ હતુ.

તેના માટે સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર મા આવ્યા અને ભાવનગર ટર્મિનસ ખાતે ઉતર્યા ત્યા તેમનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને શહેર મા તેમની શોભા યાત્રા નીકળવાની હતી પરંતુ ખારગેટ ચોક પાસે સરદાર વલ્લભભાઈ પટેલ પર તલવારથી હુમલો કરવા અમૂક તત્વો આવી પહોંચ્યા દરમિયાન મા કણબીવાડ મા રહેતા બચુભાઈ અને જાદવભાઈ એ સરદાર વલ્લભભાઈ પટેલ નો જીવ બચાવવા આડા ઉતર્યા અને તલવાર ના ઘા પોતે જીલી લીધા અને બચુભાઈ પટેલ શહીદ થયા અને જાદવભાઈ મોદી હોસ્પિટલ લઇ જવાયા બાદ ત્યા શહીદ થયા.
ઈતિહાસ ના પન્ના પર હંમેશાં ભાવનગર માટે ગૌરવ લઈ શકાય તેવી બાબતો નજરે આવે છે. પરંતુ જો હુમલો કરવા વાળા સફળ રહ્યા હોત તો ઇતિહાસ મા આ ઘટના ને લીધે ભાવનગર પર કાળી ટીલી લાગી જાત. આ ઘટના ને થોડા વર્ષો બાદ ભારત ને આઝાદી મળી અને અખંડ ભારત નુ નિર્માણ થયુ.