કેવી રીતે શરુઆત થઇ ભાવનગર મા અંધ ઉદ્યોગ શાળા ની કારણ જાણી આપ ને ગર્વ થશે….

ભાવનગર ના આપણા પ્રજા વાત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી હમેશા પ્રજા ની વેદના અને જરુરીયાત સમજી ભાવનગર માટે હંમેશા અલગ અલગ સુવિધા ઇતિહાસ મા પુરી પાડી છે અને એટલે જ ઘણા બધા વર્ષો પછી પણ લોકો ના હૃદય મા ભાવનગર ના મહારાજા માટે અનેરું સ્થાન છે.
તો ચાલો જોઈએ કે કઈ રીતે ભાવનગર મા અંધ ઉદ્યોગ શાળા ની સ્થાપના થઈ.

ઇ.સ ૧૯૩૦-૩૧ માં વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ઓફ ધ બ્લાઇન્ડ મુંબઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવાનું આમંત્રણ મળેલ. આ કાર્યક્રમમાં નેતર ગુંથણ માં અંધ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં એક વિદ્યાર્થી પ્રથમ આવેલ આ પ્રથમ આવેલ વિદ્યાર્થીને ચીફ ગેસ્ટ તરીકે મહારાજા સાહેબને હાથે ઇનામ આપવાનું થતાં. આ વિદ્યાર્થી ભાવનગરના ઉમરાળા ગામનો હોવાનું અને તેનું નામ નટુભાઇ દોલતરાય ઓઝા હતું આ વિદ્યાર્થી પાસેથી થોડી વિગતો માંગી તથા ઉમરાળાથી અહીં મુંબઈ કેમ ભણવાનું આવવું પડ્યું તે જાણ્યું. અંધ વિદ્યાર્થીએ જણાવ્યું કે આવી કોઈ અંધ વિદ્યાર્થીઓ માટેની સંસ્થા આપણા સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક પણ નથી.
મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી ભાવનગર આવી નગરશેઠ અને મહાજનની મીટીંગ યોજી સાથે તે અંધ વિદ્યાર્થી નટુભાઇ દોલતરાય અોઝા ને પણ હાજર રાખેલ…
ભાવનગરના નગરશેઠ વિઠ્ઠલદાસ છગનલાલ લોઢાવાલાએ પોતાનો સત્યનારાયણ રોડ પર આવેલો બંગલો આ ઉમદા કાર્ય માટે આપવાનું કહ્યું. ૬ જાન્યુઆરી ૧૯૩૨ ના રોજ પાંચ અંધ બાળકોથી સંસ્થાની શરૂઆત કરવામાં આવી.
ભાવનગર જૂના રાજ્ય તરફથી જોઈએ એટલી ગ્રાન્ટ આપવાની મહારાજાએ મંજૂરી આપી.
આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ અંધ બાળકો માટે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા નામની શાળા શરૂ કરેલ ત્યારબાદ આ સંસ્થાએ ખૂબ જ વિકાસ કર્યો છે.
આજે આ સંસ્થા વિદ્યાનગર ભાવનગર ખાતે ગુજરાતની ખૂબ જ સારી સંસ્થા તરીકે કામ કરી રહેલ.
સત્તા અને સંપત્તિ મળ્યા પછી સંવેદનાથી કોઈ પણ નજર સામે આવેલીતકલીફનું તાત્કાલિક નિરાકરણ લાવવું તે ભાવનગર રાજ્ય પાસેથી આપણે જોઇ શકીએ છીએ.
-અજીતસિંહ વાજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *