આજે ભાવનગર નો સ્થાપના દિવસ ચાલો જાણીએ ભાવનગર ની વિવિધ વાતો

ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો જન્મદિવસ
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે આજનું જે ગોળ બજાર છે ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું.ભાવનગરના પાદર દેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે ગ્રામ દેવી તરીકે ભગવતી રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે આવા સુંદર મુહર્ત ભાવનગરની સ્થાપના કરવામાં આવી સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગનું ભોજન કરાવવામા આવ્યું.
સંવંત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજના દિવસે સ્થાપના કરી.
ઇ.સ.૨૦૧૮-૧૭૨૩=૨૯૬
૨૯૬ મો…સ્થાપના દિવસ..શુભ જન્મ દિવસ આવો સૌ સાથે મળી…ઊજવીઅે.ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી એ ભાવનગરની સ્થાપના કરીતેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું ..
સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીકસ્થળ પસંદ કરવામાં આવ્યું.આનું કારણ મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બા‍ંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા.આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે જગ્યાની પસંદ કરવામાં આવી ..
આવો મિત્રો આજે આપણે
સુ-વિકસિત જૂના ભાવનગર રાજ્યની કેટલીક વાતો તાજી કરીએ જૂના ભાવનગર રાજ્યની શક્ય તેટલી વાતો અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે .
ભાવનગર જૂના રાજ્યમાં રેલવે માર્ગ વાહન વ્યવહાર માટેના ધોરી માર્ગ બ્રિટિશ દરજ્જાના બંદરો એરપોર્ટ રેલવે ટેલિફોન એક્સચેન્જ ટપાલ ખાતું વિશાળ તળાવ પાણીની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અહીંયા સુપેરે સંપન્ન થયા છે આપણે સૌ જાણીને આનંદ થશે કે આજ કરતાં પણ વધુ વિકસિત ભાવનગર જૂનું રાજ્ય હતું.
આપણા આજના કહેવાતા રાજકીયઆગેવાનો પાસે કોઈપણ પ્રકારની આપણા જિલ્લા માટે કોઠા સુજ નો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે..
આમ છતાં કોઈને ઉતારી પાડવાની અમારી કોઈ મંછા નથી ..
આજના ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે જૂની વાતોને માત્ર સંસ્મરણ કરીએ અને ભાવ વંદના કરી.
ઈ.સ.૧૮૫૧ ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી ઇ.સ ૧૮૫૨ પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું …જે આગળ જતાં ઈ.સ ૧૯૨૨ માં બસોને સોળ પ્રાથમિક શાળાઓ હતી જેમાં કુમાર શાળા અને કન્યા છાત્રાલય કન્યા શાળાઓ અલગ અલગ રીતે હતી.ઈ.સ ૧૯૪૮  દરબારી પ્રાથમિક શાળાઓ ૩૪૨  અને ગ્રામ સુધારણા ફંડ સંચાલિત  ૧૩૨ પ્રાથમિક શાળાઓ હતી.ઇ.સ ૧૮૫૬ માધ્યમિક શાળાઓની સ્થાપના એંગ્લો વર્નાક્યુલર શાળાની સ્થાપના ઈ.સ ૧૮૭૧ માધ્યમિક શાળાઓ મહુવા સિહોર કુંડલા બોટાદ અને તળાજા તે પાંચ પરગણાના શાળાઓની સ્થાપના કરવામાં આવી ઇ.સ ૧૮૮૫ ભાવનગર રાજ્યમાં બે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ.ઇ.સ.૧૮૬૦ બ્રિટિશ બંદરનું દરજ્જો પ્રાપ્ત થયો. ઇ.સ ૧૮૭૦ જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું ઈ.સ.૧૮૭૪  માં  ટેલિગ્રાફ ઓફિસની શરૂઆત કરવામાં આવી.ઇ.સ.૧૮૭૨ બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું રેલવે વિરમગામથી વઢવાણ સુધી લંબાવવામાં આવી આ બ્રોડગેજ લાઇન ઈ.સ ૧૮૮૧ ધોરાજી પોરબંદર રેલ્વે માર્ગ તૈયાર કરાયો એકવીસમી જાન્યુઆરીના રોજ ખુલ્લો મુકાયો.ઇ.સ.૧૮૮૪ સમગ્ર કાઠિયાવાડમાં સૌ પ્રથમ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી ભાગ એક અહી સમાપ્ત…..

અજીતસિંહ વાજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *