૧૨મી જુને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિનની મહાત્મા મંદિર ખાતે ઉજવણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બાળ મજૂરી પ્રથા નાબૂદી અંગે જનજાગૃતિ કાર્યક્રમ

તા. ૧૨ જૂનને વિશ્વભરમાં બાળ મજૂરી વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત યુનિસેફના સહયોગથી આગામી તા.૧૨મી જૂન ૨૦૧૯ને બુધવારના રોજ શ્રમ અને રોજગાર વિભાગનાં શ્રમ આયુક્તની કચેરી દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન-૨૦૧૯ અને સહિયારી કૂચ-૪ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે.
વિજયભાઈ રૂપાણી તથા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં બાળ મજુરી પ્રથા નાબૂદી અંગે લોકોમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. જેમા શ્રમ અને રોજગાર વિભાગ તથા વિવિધ ખાતાઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. મહાત્મા મંદિરમાં સેમિનાર હોલ નં.૪ ખાતે બપોરે ૩.૦ કલાકે આ કાર્યક્રમ યોજાનાર છે, તેમ રાજ્યના નાયબ શ્રમ આયુક્ત દ્વારા યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *