મોદી સરકાર ટૂંકમાં વ્યવસ્થા અમલી કરશે વર્ષમાં રોકડમાં ૧૦ લાખથી વધારે ઉપાડનાર ઉપર ટેક્સ

નવી દિલ્હી,બ્લેકમની સામે કાર્યવાહીને વધુ આક્રમક બનાવવા અને ડિજિટલ લેવડદેવડને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટૂંક સમયમાં જ એવા લોકો ઉપર ટેક્સની શરૂઆત કરશે જે લોકો એક વર્ષમાં રોકડમાં ૧૦ લાખ અથવા તો તેનાથી વધુ રકમનો ઉપાડ કરે છે. સરકાર દ્વારા ટેક્સ રિટર્નના આંકડાની ચકાસણી કરવામાં આવશે. વ્યક્તિગતોને ટ્રેક કરવા માટે હાઈવેલ્યુના કેશવિડ્રોઅલ માટે આધારના પ્રમાણને ફરજિયાત કરવામાં આવશે. આ સપ્તાહની શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની પોલિસી સમીક્ષા જારી કરતી વેળા એનઇએફટી અને આરટીજીએસ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરવા માટે બેંકો ઉપર લાદવામાં આવેલી ફીને દૂર કરી દીધી હતી. હવે આરટીજીએસ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ વધારે કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારનું પણ કહેવું છે કે, એટીએમ વિડ્રોઅલ પર બેંકો દ્વારા લાગૂ કરવામાં આવેલા રિવ્યુ ચાર્જ માટે એક પેનલની રચના કરવામાં આવી ચુકી છે. આરટીજીએસ અને એનઈએફટી લેવડદેવડ પર લાગૂ કરવામાં આવેલા ચાર્જને ૨૬ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ડિજિટલ લેવડદેવડને વધુ પ્રોત્સાહન મળે તે દિશામાં પહેલ થઇ રહી છે. સરકાર દ્વારા રોકડ લેવડદેવડને બંધ કરવાના હેતુસર ભારે ટિકાનો સામનો કરી ચુકેલી બેંકિંગ કેશ ટ્રાન્ઝિક્શન ટેક્સની ફરી શરૂઆત કરી શકે છે. જો આને અમલી કરવામાં આવશે તો આને લઇને અમીર લોકો સામે મુશ્કેલી વધી શકે છે. બેંકિંગ કેશ ટ્રાન્ઝિક્શન ટેક્સ બોગસ બિલ, આવાસની એન્ટ્રીઓ, કૃત્રિમ નુકસાનના દાવાને શોધી કાઢવા કરદાતાઓને મદદરુપ બનશે. આ વ્યવસ્થા અગાઉ પહેલી જૂન ૨૦૦૫ના દિવસે અને પહેલી એપ્રિલ ૨૦૦૯ વચ્ચેના ગાળામાં અમલી કરવામાં આવી છે. નાણામંત્રી તરીકે પી ચિદમ્બરમ હતા ત્યારે આ વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી તે વખતે યુપીએ સરકાર હેઠળ આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી હતી. જો કે ભારે હોબાળો થયા બાદ આ વ્યવસ્થાને પરત ખેંચી લેવામાં આવી હતી. હવે ફરી એકવાર મોદી સરકાર આ વ્યવસ્થાને અમલી કરવાની યોજના ધરાવે છે. એટીએમ વિડ્રોઅલ પર બેંકો દ્વારા લાગૂ કરવામાં આવેલા ચાર્જની સમીક્ષા કરવા માટે પણ એક પેનલની રચના કરવામાં આવી છે. યુપીએના ગાળા દરમિયાન કેટલીક સારી યોજનાઓ બનાવવામાં આવી હતી પરંતુ આ યોજનાઓ યોગ્યરીતે અમલી કરી શકાય ન હતી જેના લીધે કોંગ્રેસની વ્યાપક ટિકા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *