ભાવનગર જીલ્લા મા 14990 લોકો પાણી માટે ટેન્કર આધારીત.

ભાવનગર શહેર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે પિવાના પાણીનો દેકારો સાંભળવા મળી રહ્યો છે, અત્યાર સુધી ત્રણ ગામો એવા હતા કે જેઓ પિવાના પાણી માટે ટેન્કર મંગાવીને તરસ છીપાવતા હતા, પરંતુ તેમાં વધુ બે ગામોનો ઉમેરો થયો છે, અત્યાર સુધીમાં જિલ્લાના ભડભડિયા, મીઠી વીરડી અને ટોડા ગામમાં ટેન્કર દોડતા હવે વધુ બે ગામ થળસર અને લાખણકા ઉમેરાયા છે, અહીં પશુપાલકો અને રહીશો માટે પિવા માટે હવે માત્ર ટેન્કરનો જ આધાર રહ્યો છે, તંત્ર દ્વારા હાલમાં તો વ્યવસ્થા કરી અપાઈ છે, પરંતુ કાયમી ધોરણે આ સમસ્યા નિવારવા માટે અન્ડર ગ્રાઉન્ડ લાઈન નાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. જયારે ભાવનગર શહેરમાં તખ્તશ્વર વોર્ડના કેટલાક વિસ્તારોમાં લો પ્રેશન પાણીની સમસ્યા હોવાના મામલે આજે કમિશનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું તેમજ આ સમસ્યા ઉકેલવા તાકિદે મહાનગર પાલિકાએ પગલા ભરવાની પણ માંગણી કરવામા આવી હતી.

આમ શહેર અને જિલ્લામાં પિવાના પાણી મામલે ચોમાસાના સારા વરસાદ સુધી લોકોએ હેરાનગતિ વેઠવી પડશે તેવી સ્થિતિ છે, હાલમાં કાળઝાળ ગરમીમાં જ પાણી મામલે દોડધામ વધી છે. ભાવનગર જિલ્લામાં પાણીના પ્રશ્ન લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હાલમાં જે ગામોમાં લો પ્રેશર પાણીનો પ્રશ્ન છે ત્યાં મોટા ભાગે આગળના ગામોમાં અન્ડર ગ્રાઉન્ડ નાખેલા પીવીસીની વર્ષો જૂની લાઈન તુટી ગઈ છે, તો કયાંક પાણી પસાર કરી શકાય તેવી સ્થિતિ નથી. આથી લોકોને હાડમારી ભોગવવી ફરજિયાત બની છે, આ અંગે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર કે.કે.બોદરે કહ્યું હતુ કે, જયા જયા લાઈન તુટી થઈ છે, અથવા તો અંત્યત જર્જરિત અવસ્થામાં છે, તેને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તે કામોના ટેન્ડરો પણ બહાર પડી ગયા છે. તેમ તેઓએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *