તળાજાના દરિયા કિનારાના ગામડાઓને સાવચેત કરાયા

તળાજા તાલુકો આખોય દરિયા કિનારે આવેલો છે. તેના પગલે અહીંના ડે. કલેકટર દ્વારા હવામાન ખાતાની આગામી ત્રણ દિવસની વરસાદની આગાહીના પગલે દરિયા કિનારાના ગામડાઓના રહેવાસી અને ખાસ માછીમારોને સાવધાન રહેવા તાલુકા ના ઉચ્ચ અધિકારીને દોડાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવામાન વિભાગની મળેલી આગામી તા.૧૪ સુધીની આગાહીમાં હળવા વરસાદ સાથે વાવાઝોડાની શકયતા ના પગલે મામલતદાર અને ટીડીઓ બન્ને ની ટીમ સાથે અલગ અલગ ગામડાઓના તલાટી અને સરપંચ ને સાબદા કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ખાસ દરિયા કિનારા ના વિશ્વ વિખ્યાત અલંગ, મીઠી વીરડી, સરતાનપર, રેલીયા, ગઢેલા, ઝાંઝમેર, મેથળા, મધુવન, રાજપરા, તરસરાને ગફૂલતમાં ન રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. માછીમારી દરિયામાં ગયા હોય તો તેને પરત બોલાવવા માટે કહેવામાં આવ્યું છે તેમ તળાજા ડે. કલેકટર ડો.રાજેન્દ્ર પટેલએ જણાવ્યું હતું. નોંધનીય છેકે રાજયમાં એનડીઆરએફ ની ટીમ વાવાઝોડાની આગાહીના પગલે તૈનાત કરવામાં આવી છે. જરૂરી જણાયે ઉચ્ચ અધિકારીઓને વાકે કરવામાં આવતા જ આક્ત ગ્રસ્તો ને માટે ટીમ દોડી આવશે. આગામી તા.૧૧થી ૧૪ જૂન સુધી હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓના પગલે ભાવનગર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ કાંઠાળા વિસ્તારના રહેવાસીઓને સાવચેત રહેવાની અને આકસ્મિક પરિસ્થિતિમાં સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *