તમે પણ ચા પીઓ છો??? તો આટલુ જરુર વાંચજો

નમસ્કાર મિત્રો..
શુ તમે ચા પિઓ છો ???? આ સવાલ કરવા જેવો નથી કેમ કે ગુજરાત તા મોટા ભાગ ના ગુજરાતીઓ ચા ની ચિસકી રોજ માણતાં જ હશે આમ જોઇએ તો આપણુ રાષ્ટ્રીય પીણું “ચા” છે તેમ કહી શકાય. અને ચા પીવાનું તો માત્ર બાનુ જોઈ એ દરેક બાબત મા ચા પીવાની વાત તો પહેલા જ આવે અને ખુણે ખુણે ચા ના સ્ટોલ જોવા મળે છે.
તમે પણ ચા તો પીતા હશો પણ ચા પીવાની શરુઆત કોણે કરી એ નહી જાણતા હોય. ચા પીવાની શરુઆત ભારત મા અંગ્રેજો એ કરી તેમ માનવા મા આવે છે કેમ કે તે ઠંડા પ્રદેશ માથી આવે છે અને ચા ગરમ પદાર્થ મનાય છે. ચા પીવાથી શરીર મા ગરમી ઉત્પન્ન થાય છે અને ભારત ગરમ પ્રદેશ હોવાથી ભારત મા દૂધ અને છાસ,લસ્સી વધારે પીવામાં આવતી. કહેવામા આવે છે કે ચા પીવાથી શરીર ને નુકશાન થાય છે. ચા પીવાથી શરીરમાં એસીડીટી થાય છે. સામાન્ય રીતે ચા એક નશો છે એમ કહી શકાય કેમકે ઘણા લોકો ને રોજ ચા પીવાની ટેવ હોય છે અને જો ચા ન પીવે માથાનો દુખાવો થાય છે અને ચા મા બે પદાર્થ એવા છે કે તે શરીરને નુકશાન કરી શકે છે જેવાનુ એક છે ખાંડ અને બીજુ છે કેફીન. ખાંડ ના ઉપયોગ થી મોટાપા ની સમસ્યા મા વધારો થાય છે અને ડાયાબીટીસ ની સમસ્યા મા વધારો કરે છે અને સાથે અન્ય બીમારી ઓ આવે છે. ખાંડ ઉપરાંત કેફીન પણ શરીર માટે હાનીકારક છે કેફીન થી અનિદ્રા ની સમસ્યા ઉત્પન થાય છે અને અનિદ્રા ને લીધે ઘણી સમસ્યા નો સામનો કરવો પડે છે અને જેને હાર્ટ નો પ્રોબ્લમ છે તેવો ને પણ કેફીન ઘણુ નુકશાન કરે છે. આ ઉપરાંત ચા પીવાથી દાંત ખરાબ થાય છે
કઈ રીતે છોડશો ચા પીવાનું…? જો તમે ચા પીવાનું બંધ કરવા માંગો છો તો એક સાથે ચા પીવાનું બંધ ના કરી શકો ચા ની માત્રા ઓછી કરી ધીમે થી બંધ કરો અને જયારે ચા પીવાનું મન થાય ત્યારે ગરમ પાણી મા તુલસી ના પાન નાખી પી શકો છો અથવા ચા ની જગ્યા એ દૂધ પીવાનું ચાલુ કરી શકો છો.
આભાર. આપને અમારો લેખ કેવો લાગ્યો એનો અભિપ્રાય અમને જરુર આપો અને ગમ્યો હોય તો શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *