જિલ્લાના ૩૪ ગામોને DC-૧ સીગ્નલ એલર્ટ

ભાવનગર, હવામાન વિભાગ દ્વારા સંભવિત ચક્રવાતની આગાહીના પગલે ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, તળાજા, અને મહુવા એમ ચાર તાલુકાના ૩૪ ગામોને ડીસી-૧ સીગ્નલથી એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ૨૫૫ જેટલા માછીમારોની બોટ દરિયામાંથી પરત બોલાવાઈ લેવાઈ છે. પોર્ટ Iઓફીસર દ્વારા ૨૪ કલાક રાઉન્ડ ક્લોક ડયુટી શરુ કરાઈ છે.અરબી સમુદ્રમાં લો પ્રેશર
સર્જવાના કારણે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેમજ દરિયામાં પપથી ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ અંગે જિલ્લાના તમામ અધિકારીઓને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી સાથે સચેત રહેવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટનાપ્લાન મુજબ કાર્યવાહી કરવા અને જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંકલનમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *