ગરીમા યાદવ મિસ ઈંડિયા ચાર્મિંગ ફેસ ખીતાબ જીત્યા બાદ જોડાયા ભારતીય સેના મા..

આપણે વિચારતા હોય એ કે કોઇ પણ મહીલા બ્યુટી કોન્ટેસ્ટ જીતી ને મોડેલીંગ અને અને એકટીંગ પોતાનુ કેરિયર બનાવવા માગતી હોય છે પરંતુ એવુ નથી કેમકે ગરીમા યાદવ મિસ ઈંન્ડિયા ચાર્મમિંગ -2017 નો ખિતાબ જીત્યો હતો આ કોન્ટેસ્ટ મુંબઈ મા યોજાયો હતો અને 20 હરીફ માથી ગરીમા યાદવ એ આ ખિતાબ જીત્યો હતો પરંતુ હવે દેશ ની સેવા કરવા માટે આર્મી જોઈન કરી લીધી છે. ગરીમા યાદવ દિલ્લી મા સ્થીત સેંટ સ્ટીફન કોલેજ માથી સ્નાતક થયેલા છે. ગરીમા એ ખિતાબ જીત્યા બાદ કયારેય એકટીંગ અને મોડેલીંગ નુ નહોતુ વિચાર્યું કેમ કે તેમ નુ સપનું આર્મી મા જોડાવા નુ હતુ. ગરીમા યાદવ એ ખિતાબ જીત્યા બાદ પહેલીવાર મા જ CDS ( કમ્બાઇન્ડ ડીફેન્સ સર્વિસ) ની પરીક્ષા પાસ કરી અને ચેન્નઈ OTA ( ઓફિસર ટ્રેનીંગ એકેડેમી ) મા ઓફીસર બન્યા.

એક અહેવાલ મુજબ ભારતીય સેના મા ઓફીસર બનવા પહેલા ગરીમા યાદવ ને બ્યુટી કોન્ટેસ્ટ ના આંતરરાષ્ટ્રીય સ્તર પર ભાગ લેવા આમંત્રણ મળ્યું હતુ જે ઇટલી મા યોજાવાનું હતુ પરંતુ ગરીમા યાદવ એ પોતાના દેશ ની સેવા
કરવાનુ પસંદ કર્યુ અને સેના મા જોડાયા.
ગરીમા યાદવ નુ કહેવુ છે કે લોકો ખોટી ધારણા ઓ કરે છે કે રમત ગમત મા સારા છો અને શારીરિક રીતે મજબુત છો તો જ તમે આર્મી જોઈન કરી શકશો પરંતુ એવુ નથી તમે તમારી નબળાઈ ને ઓળખી તેમા સુધારો કરી ફેરફાર લાવી શકો છો અને જીંદગી મા તમારુ જે સપનું છે તે પુરુ કરી શકો છો.
એક ચમક દમક કેરીયર ને છોડી દેશ સેવા કરવાનુ સપનું દેશ માટે ગૌરવ સમાન છે.
Todaygujarat.com ની ટીમ ગરીમા યાદવ ને સલામ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *