એક ભારતીય જાસુસ ની સ્ટોરી જે વાંચી તમને ગર્વ થશે- રવિન્દ્ર કૌશીક ( black tiger )

આઝાદી પછી ઘણા યુધ્ધ થયા અને આપણા ભારત ના ઘણા શહીદો અને વિરો ને ઘણા અલગ અલગ સંમાન પણ મળ્યા પરંતુ ઘણા એવા હીરો પણ હતા કે જેના આપણે નથી જાણતા. જેમ કે ભારત ની RAW એજન્સી ના જાસુસ કે જે ને કાર્યો ને હંમેશા ગુપ્ત રાખવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા લોકો ને પણ ગુપ્ત રાખવામાં આવે છે આવી જ સ્ટોરી છે એક ભુતકાળમાં મા રહી ચુકેલા ભારતીય જાસુસ ની જેની વિશે લોકો બોબ જાણતા નથી. જેનુ નામ રવીન્દ્ર કૌશીક હતુ.વાત ત્યાર ની છે જ્યારે પાકિસ્તાન સાથે ભારત નુ 1971 નુ યુધ્ધ થયેલુ હતુ ત્યાર બાદ પાકિસ્તાન પર નજર રાખવા માટે RAW ને એક ખાસ જાસુસ ની જરુર હતી. ત્યારે રવીન્દ્ર કૌશીક લખનૈઉ ના ઓડીટોરીયમ મા એક પ્રોગ્રામ મા એકટીંગ કરવાના હતા કારણ કે રવીન્દ્ર કૌશીક એક્ટર હતા અને સારા એવા કલાકાર હતા. જેની એક્ટીંગ જોવા લોકો દુર દુર થી આવતા હતા. આ સમયે જયારે લખનૈઉ મા પ્રોગ્રામ હતો ત્યારે તે ઓ પર RAW ના અધીકારી ઓ ની નજર તેમના પર પડી અને RAW ના ખાસ મિશન માટે રવીન્દ્ર ને લેવાનુ નક્કી કરવામાં આવ્યુ. ત્યાર બાદ રવીન્દ્ર ને પ્રસ્તાવ મુકવામાં આવ્યો અને તેવો એ તરત હા પાડી કેમકે દેશ ને તેમની જરુર હતી.

ત્યાર બાદ રવીન્દ્ર કૌશીક ને દિલ્લી મા ટ્રેનીંગ આપવામાં આવે છે અને ટ્રેનીંગ મા તેવો ને અલગ અલગ ભાષા અને પાકિસ્તાની રહેણી કેહણી મુજબ તૈયાર કરવામાં આવે છે તમામ ટ્રેનીંગ આપ્યા બાદ તેવો ને પાકિસ્તાન મોકલવા મા આવે છે જયાં તેવો આસાની થી સેટ થઇ જાય છે અને વકીલાત નો અભ્યાસ પણ પુરો કરે છે આમ તે પુરી રીતે પાકિસ્તાની મુજબ થઈ જાય છે ત્યાર બાદ તેવો પાકિસ્તાન ની આર્મી મા મહત્વ ના હોદ્દા પર નોકરી એ લાગી જાય છે અને ભારત ને તમામ ઉપયોગી માહિતી આપે છે. પોતાની જીગર અને કલાકરી થી ક્યારે પણ પાકિસ્તાન ઓ ને ખબર પણ પડવા નથી દેતા કે તેવો ની વચ્ચે એક ભારતીય જાસુસ છે એટલે જ તેવો ને અત્યાર સુધી નો સૌથી મોટા જાસુસ કહેવામા આવે છે. આ સમય દરમિયાન રવીન્દ્ર કૌશીક એ ઘણીબધી માહીતી ભારતીય સુરક્ષા એજન્સી ને આપી અને તે ઉપયોગી સાબિત થઈ રવીન્દ્ર કૌશીક ને Black tiger પણ કહેવામા આવે છે.
આ સમય દરમિયાન તેવો ને પાકિસ્તાન ની એક યુવતી સાથે પ્રેમ પણ થયો હતો જેવો ની સાથે તેણે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ એક ઘટના એવી બની કે એક ખાસ મિશન માટે એક અન્ય જાસુસ રવીન્દ્ર કૌશીક માટે મોકલવા નો નિર્ણય લેવામાં આવ્યો પણ કમનસીબ થી તે જાસુસ પાકિસ્તાન મા પકડાયો અને તેની કડક ઈન્કવાયરી કરાતા તેણે રવીન્દ્ર કૌશીક નામ પણ આપી દીધું અને તેવો પણ પકડાયા ત્યાર બાદ તેવો ને ઘણો શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવ્યો પણ ભારત દેશ પર આચ આવે તેવુ કાર્ય કર્યુ નહી અને યાતનાઓ ભોગવતા રહ્યા અને પાકિસ્તાન કોર્ટ એ તેને આજીવન જેલ ની સજા આપી અને ત્યાજ તેવો નુ અવસાન થયુ આમ ભારત ના ઘણા હીરો એવા છે જે દેશ માટે જીવ પણ આપી દે છે અને આપણ ને ખ્યાલ નથી હોતો……સલામ છે આવા સાચા હીરો ને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *