આપણે ભાગ-2 મા ભાવનગર ના વિકાસ ની ઘણી બધી બાબતો જાણી ચાલો જોઈએ ભાગ -3

ઇ.સ ૧૯૧૬ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરની સ્થાપના ના ત્રણ આધારસ્તંભ સમાન નાનાભાઇ ભટ્ટ શ્રી ગિજુભાઇ બધેકા શ્રી હરભાઈ ત્રિવેદી અા સંસ્થાના ૩ મુખ્ય આધાર સ્થંભ સમાન હતા ઇ.સ ૧૯૧૮ શ્રી નંદકુંવરબા બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી નિરાધાર અને અનાથ બાળકોને ભણાવી યોગ્ય ઉંમરે પરણાવી સમાજ વ્યવસ્થામાં સ્થિર કરવા ભાવનગર રાજ્ય એ જવાબદારી લીધી.
ઈ.સ ૧૯૨૦ શ્રી ગણેશ વેશંપાયન ડોક્ટર પુરષોતમ કાણે ના પ્રયાસથી પ્રથમ વ્યાયામ શાળા શરૂ થઇ હાલમાં તે ગણેશ ક્રિડા મંડળના નામે ઓળખાય છે.ઇ.સ ૧૯૨૨ ખેડૂત દેવા સમિતિની રચના કરવામાં આવી.ખેડૂતોને ઋણ મુક્ત કરવા. આ યોજના તળે ખેડૂતોનું રૂપિયા ૮૦ લાખનું દેવું માફ કરવામાં આવ્યું હતું.ઇ.સ ૧૯૨૪ કુંડલા તાલુકાના જુના સાવર ગામે ગ્રામ પંચાયતની પ્રથમ શરૂઆત કરવામાં આવી આમ ગ્રામ પંચાયતની શરૂઆત ભાવનગર રાજ્યએ પ્રથમ કરી હતી.ઇ.સ ૧૯૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું હતું.ઇ.સ ૧૯૨૫ ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી શ્રી મુક્તાલક્ષ્મી મહાવિદ્યાલય એની પ્રથમ સ્કૂલ છે
ઇ.સ ૧૯૨૯ માં ગ્રામ પંચાયત અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા.પૂજ્ય મહાત્મા ગાંધીની સૂચનાથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય પદ છોડીને ભાઈ શંકર શિહોરી આ કામના પ્રથમ સેવક બન્યા.ઈ.સ ૧૯૩૨ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી.
અંધ બાળકોને શિક્ષણ દ્વારા સ્વરોજગારી અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સંસ્થાનું નિર્માણ જૂના કાઠિયાવાડમાં સૌપ્રથમ ભાવનગરમાં થયું.ઈ.સ.૧૯૩૫-૩૬ સમગ્ર ભારત વર્ષમાં સૌપ્રથમ ટેલિફોન એક્સચેન્જ સ્વયં સંચાલિત શરૂ કરવામાં આવ્યું. ઈ.સ૧૯૩૮ ભાવનગર ખાતે હવાઇ મથક એરપોર્ટનું નિર્માણ થયું ..ઇ.સ ૧૯૩૮ લોક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓની સ્થાપના શ્રી નાનાભાઇ ભટ્ટ અને ઇ.સ ૧૯૩૮ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને મરનારની સ્થાપના શ્રી મનુભાઇ પંચોળી દર્શક ની સહાયથી શરૂ કરવામાં આવી જે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શાખા તરીકે આબલા માં ગ્રામ દક્ષિણા મૂર્તિની સ્થાપના થઈ.ઇ.સ ૧૯૩૯ ઘરશાળા સંસ્થાની સ્થાપના પ્રખર કેળવણીકાર શ્રી હર ભાઇ ત્રિવેદીએ ભાવનગર મુકામે રહેણાંકીય શાળા તરીકે કરી. ઈ.સ ૧૯૪૩ માં ગ્રામ પંચાયતના કાયદાઓ સુધારીને બનાવવામાં આવ્યા.
ઇ.સ ૧૯૩૨ માં બીએસસી સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ કરવામાં આવ્યા.ઇ.સ ૧૯૩૯ રાજે પ્રજાની જવાબદાર તંત્રની ધારાસભા આપવાની જાહેરાત કરી.ઇ.સ ૧૯૪૧ માં આઝાદી પહેલા ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતી જે ભાવનગર રાજ્યએ સૌપ્રથમ પહેલ કરી હતી.
ઈ.સ ૧૯૪૭ ભારત આઝાદ થતાં ભાવનગર હિન્દી સંઘમાં તારીખ ૧૫/૦૧/૧૯૪૭ રોજ જોડાયું.આમ સૌપ્રથમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજા
સર કૃષ્ણકુમાર સિંહજીએ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના વડપણ તળે ભાવનગર રાજ્ય સૌપ્રથમ આપી હિન્દી સંઘને મજબૂત બનાવવાની પહેલ કરી.
ભાવનગર આપણું ભાવનગર આપણાં સૌનું
આવો સૌ સાથે મળી વિકસિત ભાવનગરની કેડીઓ કંડારી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કરીએ.
અજીતસિંહ વાજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *