આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની 108 મી જન્મજયંતિ છે.

મહારાજા નો જન્મ 19 મે 1912 ના રોજ થયો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી માત્ર 7 વર્ષ ની ઉંમર જ ભાવનગર ની જવાબદારી પોતાને શીરે આવી પરંતુ પુખ્ત વય એ રાજ્ય ની ગાદી સંભાળી હતી અને ભાવનગર ના નવમા રાજા હતા અને તેવો એ 34 વર્ષ સુધી શાશન મા રહ્યા હતા. લોકો ની જરુરીયાત સમજી તેનુ નિરાકરણ લાવવું તેવો ને વારસા મા જ મળ્યુ હતુ તેમણે ‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો. અને ભાવનગર ના વિકાસ માટે ના અનેક કામો તેવો એ કર્યા હતા અને ભુતકાળ ના અનેક પ્રસંગો પરથી મહારાજા ઘણા ઉદાર દિલ ના અને પ્રજા પ્રેમી હતા તેમ કહી શકાય.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના લગ્ન ગોંડલ સ્ટેટના મહારાજા ભોજિરાજસિંહજીના પુત્રી રાજકુમારી વિજ્યાકુંવરબા સાથે થયા હતા. સારા શાસનના કારણે તેમને ૧૯૩૮માં કે.સી.એસ.આઈ.ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અનેક સન્માન-ખિતાબ મળ્યા હતા. જેમાં કીંગ જ્યોર્જ ચાર રજત જયંતી ચંદ્રક, કીંગ જ્યોર્જ પાંચ કોરોનેશન ચંદ્રક, કે.સી.એસ.આઈ. (ક્નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા), યુધ્ધ, રક્ષણ માટેનો ચંદ્રક, ભારતની આઝાદી માટેનો ચંદ્રકથી સન્માન કરાયું હતું. આ ઉપરાંત મહારાજા કુમાર સાહેબ, હીઝ હાઈનેસ મહારાજા રાઓલ, લેફ્ટનંટ હીઝ હાઈનેસ, કેપ્ટન હીઝ હાઈનેસ, લેફ્ટનંટ કર્નલ હીઝ હાઈનેસ, કર્નલ હીઝ હાઈનેસ, કમાન્ડર હીઝ હાઈનેસ સહિતના ખિતારથી પ્રાંત સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવાજવામાં આવ્યા હતા.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે ભાવનગર ની જનતા હર હંમેશ માટે એ વાત ન ગૌરવ લઈ રહ્યા છે કે ભારત સરકાર ને એકત્રીકરણ કરવામા સૌપ્રથમ રજવાડુ અમારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ આપ્યુ.
આજ દિન ને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને કોટી કોટી વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *