આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોના પગાર વધારાના મુદ્દે મહારેલી

ભાવનગર, ચૂંટણી પૂર્વે આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોના પગારમાં ૫૦%ના વધારાની જાહેરાત બાદ ચૂંટણી પૂર્ણ થયા બાદ જાણે વાત વિસરાઇ ગઇ હોય જેની યાદ તાજી કરાવવા અને અમલવારી કરવા ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા તા.૧૧-૦૬ના બપોરે મહારેલીનું આયોજન કરાયું છે.તાજેતરમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત લોકશાહી ધરાવતા ભારત દેશમાં મોટું ચૂંટણી પર્વ પુરૂ થયું. ચૂંટણી પર્વ પહેલા જાહેરાત કર્યા મુજબ આંગણવાડી કાર્યકતાં, હેલ્પર બહેનોને હાલમાં મળતા પગારમાં ૫૦%નો પગાર વધારો આપવાની જાહેરાત કરેલ છે અંગેનો પરિપત્ર થયેલ નથી તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન દ્વારા અગાઉ જાહેરાત કર્યા મુજબ નિવૃત્ત બહેનોને પાન તથા ગ્રેમ્યુઇટીની રકમ ચુકવવા સાથે સામાજિક સુરક્ષાઓ અને બઢતીઓ આપવામાં આવશે અને સરકારી કર્મચારીને મળતા તમામ લાભો આપવામાં આવશે. જે અપાયેલ વચનને યાદ કરાવવા અને બહેનોના હક્કો અપાવવા તેમજ ગુજરાત રાજય સરકાર તથા જિલ્લાકક્ષાની ન્યાયની માગણી સંદર્ભે ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા મહારેલીનું આયોજન તા.૧૧ને મંગળવારે બપોરે ૩ કલાકે મોતીબાગ ટાઉનહોલ ખાતેથી કરાયું છે જેમાં ભાવનગર શહેર સહિત તાલુકા મથકના બહેનો જોડાશે અને પોતાના ન્યાય માટે માગણી કરશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *